કઠલાલ અભ્યાસકેન્દ્રના વિદ્યાર્થીઓની તેજતૃષા - ૨૦૨૬ માં ઝળહળતી સફળતા

Event Date: January 30, 2026 - 6:28 AM to January 30, 2026 - 6:28 AM

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ દ્વારા તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ તેજતૃષા - ૨૦૨૬ મહોત્સવનું યુનિવર્સિટી પરિસર અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક અને રમતગમત સ્પર્ધાઓનું યોજવામાં આવેલ હતી. 

યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સંચાલીત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ - કઠલાલ અભ્યાસકેન્દ્રના વિદ્યાર્થીઓએ રમત-ગમતમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, ૧૦૦ મીટર દોડ, યોગાસન અને ગોળાફેંક, તેમજ સાહિત્યિક સ્પર્ધામાં નિબંધ લેખન અને લોકવાર્તા, સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રાદેશિક નૃત્ય, પોસ્ટર મેકિંગ, રંગોળી, ફેશન શો, પેન્સિલ સ્કેચ, હળવું કંઠ્ય સંગીત, સમૂહ ગીત, જેવી ૧૪ સ્પર્ધાઓમાં ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૮ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા. 

વિક્રમભાઈ કે. ભરવાડ - ગોળાફેંક માં, પ્રાદેશિક/લોક  નૃત્ય માં તેરાહ તાલી, માહી એમ. પંચાલ પોસ્ટર મેકિંગ માં પ્રથમ, વિજેતા બન્યા હતા. રાહુલકુમાર આર. સોલંકી ટેબલ ટેનીસમાં દ્રિતીય વિજેતા બન્યા હતા.

પ્રાદેશિક/લોક  નૃત્યમાં  ડાંગી, સમૂહ ગીતમાં  ધ્રુવ, વિપુલ અને વિક્રમ, લોકવાર્તામાં વિક્રમભાઈ એસ. રાવળ, બેડમિન્ટનમાં રાહુલકુમાર આર. સોલંકી તૃતીય વિજેતા બન્યા હતા.  

તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના આચાર્યશ્રી ડૉ. દીવ્યનાથ શુક્લ અને અભ્યાસકેન્દ્ર સંયોજકશ્રી ડૉ. તૃષ્ણા ગોહિલ દ્વારા કૉલેજ અને અભ્યાસકેન્દ્રનું નામ રોશન કરવા બદલ તેમની અથાગ મહેનત અને આત્મવિશ્વાસને બિરદાવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ કૉલેજ પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધારતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.